ઓનલાઈન ઇંગ્લિશ પ્રૂફરીડિંગ અને એડિટીંગ સર્વિસીસ

proofreading a paper

get English proofreading and editing button

શું તમને ત્રુટી વગરની અંગ્રેજી જોઈએ છે?

ProofreadingServices.com મદદ કરી શકે છે. અમે વિશ્વભરની ટોચની ઓનલાઈન અંગ્રેજી પ્રૂફરીડિંગ અને એડિટીંગની સેવા છીએ, અને અમે ૯૦ દેશો કરતા પણ વધારેમાં શૈક્ષણિક, વ્યવસાયો, અને લેખકો સાથે કામ કરીએ છીએ. જો તમને ઇંગ્લિશ શૈક્ષણિક પ્રૂફરીડિંગ, વ્યવસાય પ્રૂફરીડિંગ, કોઈ સાહિત્યિક હસ્તલિપિ માટે પ્રૂફરીડિંગ, અથવા તો ઇંગ્લિશ બાયોડેટા એડિટીંગ માટેની જરૂરિયાત હોય, તો અમારા પુરસ્કાર-વિજેતા પ્રૂફરીડરો તમારી જરૂરિયાત અનુસાર ઇંગ્લિશ સુધારાઓ પૂરા પાડી શકે છે.

→ [શું તમે અમારા ઇંગ્લિશ પ્રૂફરીડિંગના દરો વિશે જાણવા ઈચ્છો છો? નિઃશુલ્ક માહિતી મેળવો.]

તમારી લેખનની ગુણવત્તા પ્રભાવ પાડે છે કે વ્યવસાયી અથવા શૈક્ષણિક વાતાવરણમાં તમને કેવી રીતે આંકવામાં આવે છે. સાચા ઇંગ્લિશમાં લખાયેલ દસ્તાવેજો તમારા કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠાને વધારશે. અમારા વ્યાવસાયિક ઇંગ્લિશ પ્રૂફરીડર્સ વ્યાકરણ, સ્પેલિંગ, ફોર્મેટિંગ, શબ્દ પસંદગી, વાક્ય બંધારણ અને વધુમાં ભૂલો શોધે છે. અમે તમારા અંગ્રેજી લેખનને સુધારીએ છીએ જેથી તમારા કાર્યને તેના પાત્ર માન મળે.

શું અમારી અંગ્રેજી પ્રૂફરીડિંગ અને એડિટીંગ સેવાઓ તમારા માટે યોગ્ય છે?

આ કલ્પના કરો: તમે તમારા અંગ્રેજી લેખને કલાકોનો સમય આપ્યો છે અને તમે તેને એક અગ્રણી એવી શૈક્ષણિક સામયિકમાં આપવા માગો છો. તમે ઈચ્છો છો કે તમારું અંગ્રેજી લેખન સાચું હોય, કારણ કે તમે તમારા શૈક્ષણિક સાથીદારોની સામે પોતાની જાતને મૂંઝવણમાં નથી મૂકવા માંગતા. સમય મર્યાદા ઝડપથી આવી રહી છે— તેમાં ૪૮ કલાક જ બાકી છે. તમને મદદની જરૂર છે, અને તમને તેની ઝડપથી જરૂર છે.

અમે જાણીએ છીએ કે આવી પરિસ્થિતિ કેવી તણાવપૂર્ણ હોઈ શકે છે. અમે આમાંથી ગુજરી ચૂક્યા છીએ. આ જ કારણને લીધે અમે અમારી સેવાઓને શક્ય તેટલી અનુકૂળ અને ઝડપી બનાવી દીધી છે. તમને તમારો દસ્તાવેજ થોડા દિવસોમાં જ પરત મેળવવો છે? કોઇ વાંધો નહી. થોડા કલાકોમાં? અમે તે પણ કરી શકીએ છીએ.

અમને તમારો દસ્તાવેજ મોકલી આપો અને આરામ કરો. બાકીનું બધું અમે જોઈ લઈશું.

→ [પ્રૂફરીડિંગ અને એડિટીંગ માટે અહિયાં ઓર્ડર કરો.]

ધ્યાન આપો: અમે ભાષાંતર સેવાઓ પણ પ્રદાન કરીએ છીએ. તમે ભાષાંતર સેવાઓ માટે અહિયાં ઓર્ડર કરી શકો છો.

અમારી અંગ્રેજી પ્રૂફરીડિંગ ટીમ કેટલી સારી છે?

અમારા નિષ્ણાત પ્રૂફરીડર્સ અને એડિટર્સ મૂળ અંગ્રેજી ભાષા બોલનારા છે જેઓ વ્યાવસાયિક લેખન, સંપાદન અને પ્રૂફરીડિંગમાં બેકગ્રાઉન્ડ ધરાવે છે. જેમાંના ઘણાં અંગ્રેજી અને વિજ્ઞાનના નિવૃત્ત પ્રાધ્યાપકો છે જેઓ વર્ષોથી ટોચની શૈક્ષણિક સામયિકોમાં લેખો સબમિટ કરાવવાનો અનુભવ ધરાવે છે. અમારી ટીમના દરેક સભ્ય પ્રૂફરીડિંગ અને એડિટીંગની કઠણ પરીક્ષામાંથી પસાર થયા છે. અમે પ્રત્યેક 300 અંગ્રેજી પ્રૂફરીડિંગ અરજદારો પૈકી એકની પસંદગી કરીએ છીએ—અમે હાર્વર્ડ યુનિવર્સિટી કરતાં પણ વધુ પસંદગીયુક્ત છીએ. અમારા પ્રૂફરીડર્સ તેમનું કાર્ય બહુ સારી રીતે કરે છે, અને તેઓ જાણે છે કે તમારા અંગ્રેજી લેખનને કેવી રીતે સુધારવું. 

શું એક મફત નિઃશુલ્ક અંગ્રેજી પ્રૂફરીડિંગનો નમૂનો જોઈએ છો?

અમે સમજી શકીએ છીએ કે તમે અમારા મુખ્યાલય (હેડક્વાર્ટર)થી હજારો કિલોમીટર દૂર હોઈ શકો છો, અને ઓર્ડર આપ્યા પહેલા અમારા કામનો એક નમૂનો જોવા ઈચ્છી શકો છો. તો એક નિઃશુલ્ક નમૂનો મેળવો અને ખાતરી કરો કે કેવી રીતે અમારા પ્રૂફરીડર્સ તમારા લેખનને વધારે સારું કરી શકે છે:

→ [અત્યારે જ નિઃશુલ્ક પ્રૂફરીડિંગનો નમૂનો મેળવો.]

ધ્યાન આપો: અમારી બાકીની વેબસાઈટ અંગ્રેજીમાં છે. કારણ કે, અમે અંગ્રેજી પ્રૂફરીડર્સ છીએ!

અમારા અંગ્રેજી પ્રૂફરીડર્સ અને એડિટર્સ સાથે કામ કરવા તૈયાર છો?

→ [અત્યારે જ એક અંગ્રેજી એડિટીંગનો ઓર્ડર કરો.]