ગુજરાતીમાંથી અંગ્રેજીમાં પુસ્તક અનુવાદ સેવા

Gujarati Book Translation Services

ProofreadingServices.com કાલ્પનિક અને બિન-કાલ્પનિક પુસ્તકોનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર પ્રદાન કરે છે, જેથી લેખકો નવા વાચકો સુધી પહોંચી શકે અને વધુ પુસ્તકોનું વેચાણ કરી શકે. અમારી વ્યવસાયિક અનુવાદ સેવાઓ 100% માનવ-આધારિત છે - બિલકુલ સ્વચાલિત નથી - અને અમે તમારો લેખકીય અવાજ અને શૈલીને જાળવી રાખીને સચોટ અનુવાદ પ્રદાન કરવાનું ગર્વ લઈએ છીએ.

સાહિત્યિક અનુવાદના ભાવતાલ માટે અમારો સંપર્ક કરો

તમારા પુસ્તકને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં શા માટે અનુવાદિત કરવું?

તમે તમારા પુસ્તકને લખવામાં મહિનાઓ અને વર્ષો સુદ્ધા વિતાવ્યા છે, તો તેને ફક્ત ગુજરાતીમાં જ પ્રકાશિત કરીને તેના પ્રભાવને મર્યાદિત શા માટે કરવો? ગુજરાતી ન વાંચતા હોય તેવા કરોડો લોકો સુધી પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ છે કે તમારી કૃતિને અંગ્રેજીમાં અનુવાદિત કરવી. વ્યવસાયિક અંગ્રેજી અનુવાદકોની સહાયથી, તમે માત્ર તમારા વાચકોની સંખ્યા જ નહીં, પરંતુ તમારા વેચાણમાં પણ વધારો કરશો.

અમે કઈ પુસ્તક અનુવાદ સેવા પ્રદાન કરીએ છીએ?

અમે અમારી અંગ્રેજી ટીમ દ્વારા અલગથી પ્રુફરીડિંગની સાથે ગુજરાતીમાંથી યુ.એસ. અથવા યુ.કે. અંગ્રેજીમાં ભાષાંતર પ્રદાન કરીએ છીએ. જ્યારે અન્ય સેવાપ્રદાતાઓ ફક્ત તમારા પુસ્તકનું ભાષાંતર જ કરે છે, પરંતુ અમે લખાણનું ભાષાંતર પણ કરીએ છીએ અને તેને અંગ્રેજી નિષ્ણાતને મોકલીએ છીએ જે કઢંગા શબ્દસમૂહોને સરળ બનાવે છે અને વિલંબિત ભૂલોને પકડી પાડે છે. છેવટે, પ્રૂફરીડિંગ સર્વિસીસ ડોટ કોમ (ProofreadingServices.com) એક પ્રૂફરીડિંગ અને સંપાદન સેવા તરીકે શરૂ થઈ હતી, અને અમારી ટીમમાં વિશ્વના કેટલાક શ્રેષ્ઠ અંગ્રેજી સંપાદકો શામેલ છે.

અમે કયા પ્રકારની હસ્તપ્રતોનો અનુવાદ કરીએ છીએ?

અમે વિશ્વભરનાં લેખકો માટે નવલકથાઓ, નોનફિક્શન (બિનકાલ્પનિક) કૃતિઓ, બાળકોનાં પુસ્તકો વગેરેનો અનુવાદ કરીએ છીએ. નિમ્નલિખિતમાં અમે વિશેષજ્ઞતા ધરાવીએ છીએ...

  • સાહિત્યિક પુસ્તકો, જેવા કે વિજ્ઞાન કાલ્પનિક નવલકથાઓ, રહસ્ય, રોમાંસ નવલકથાઓ અને ઐતિહાસિક કાલ્પનિક
  • શૈક્ષણિક પુસ્તકો, જેવા કે તત્વજ્ઞાન, ઇતિહાસ, વિજ્ઞાન અને અન્ય વિષયોની હસ્તપ્રતો
  • વ્યવસાયિક પુસ્તકો, જેવા કે ઉત્પાદકતા, ચિંતન નેતૃત્વ પુસ્તકો વગેરે વિશેની ઇબુક્સ

અમે હજારો ગ્રાહકો સાથે કામ કર્યું છે, જેમના પુસ્તકો યુવાન વયસ્ક કાલ્પનિક વાર્તા, સંસ્મરણો, રસોઈ પુસ્તકોથી લઈને, રાજકીય વિજ્ઞાન, તકનીકી અને કલા વિશેના બિન-કાલ્પનિક પુસ્તકો સુધી - ઘણી શૈલીઓ અને વિષયોને આવરી લે છે. ટૂંકમાં, અમારા ભાષા નિષ્ણાતોના વિશાળ નેટવર્કની સાથોસાથ અમારા વર્ષોના અનુભવને કારણે અમે લગભગ કોઈ પણ ભાષામાં લખેલા પુસ્તકોને અનુવાદિત અને પ્રૂફરીડ કરવા સક્ષમ છીએ.

તમારા પુસ્તક માટે અમારી ગુજરાતી અનુવાદ સેવાઓ શા માટે પસંદ કરવી?

પ્રૂફરીડિંગ સર્વિસીસ ડોટ કોમ (ProofreadingServices.com) પર, અમે સામાન્ય અનુવાદકો નહીં પરંતુ સાહિત્યિક અનુવાદકોને પુસ્તકો સોંપીએ છીએ. એક કુશળ સાહિત્યિક અનુવાદક તમારી શૈલીની રૂઢિનું નિરીક્ષણ કરવા અને તમારા સ્વર અને લેખનની શૈલીની બારીકીને જાળવી રાખવા અક્ષરશ શબ્દ-દર-શબ્દ અનુવાદથી ઉપરના સ્તરે કામ કરશે.

અમે વિશ્વભરના લેખકો માટે ટોચનાં અનુવાદકો અને અંગ્રેજી પ્રૂફરીડરો સાથે જોડાવાનું સરળ બનાવવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. તમે વડોદરા, રાજકોટ, મુંબઇ, અથવા બીજે ક્યાંય પણ રહેતા હોવ, અલગ પ્રૂફરીડિંગ સાથે અમારા ગુજરાતીમાંથી અંગ્રેજી અનુવાદ વડે તમારા પુસ્તક માટે તમે વધુ વાંચકો તથા વધુ વેચાણ પ્રાપ્ત કરી શકશો અને તમારા કાર્યનો આનંદ માણી શકશો. અમે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અનુવાદ સેવાઓ, ઉત્કૃષ્ટ ગ્રાહક સેવા અને પોષાય તેવા ભાવતાલ પુરા પાડવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમે અમારા કાર્યથી આપને સંતોષની ખાતરી આપીએ છીએ.

અનુવાદના દરો માટે અમારો સંપર્ક કરો